Gujarat

G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ચર્ચા

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું,”યુદ્ધવિરામનું સ્વાગત”

દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G૨૦ ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટાઇન મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ડિજિટલ આયોજિત ય્૨૦ બેઠક વિશે પત્રકારોને માહિટ્ઠતી આપતા જયશંકરે કહ્યું કે આફ્રિકન યુનિયન સહિત તમામ ૨૧ સભ્યો, ૯ અતિથિ દેશો અને ૧૧ આંતરરાષ્ટ્રીય સંગઠનોએ તેમાં ભાગ લીધો હતો.. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આયોજિત સમિટના એજન્ડામાં પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે બેઠકમાં પશ્ચિમ એશિયા, ગાઝાની સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અમુક અંશે યુક્રેન સંઘર્ષ અને તેના પરિણામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ડિજિટલ સમિટ એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ વિશ્વ નેતાઓની આ પ્રથમ બેઠક હતી.. જયશંકરે કહ્યું કે મેં કહ્યું તેમ ઘણા નેતાઓએ તેના વિશે વાત કરી. આતંકવાદની નિંદા કરવામાં આવી હતી, જેમાં નાગરિકોના જાનહાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સમયસર અને પર્યાપ્ત માનવતાવાદી સહાય પૂરી પાડવા, સંઘર્ષને ફેલાતો અટકાવવા અને પેલેસ્ટાઈન મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એકંદરે ય્૨૦ સભ્યોએ બંધકોની મુક્તિ, ગાઝામાં રાહત સામગ્રીની ડિલિવરી અને અસ્થાયી યુદ્ધવિરામ પર થયેલા કરારનું સ્વાગત કર્યું હતું..

કેનેડાના નાગરિકો માટે ભારત દ્વારા ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે કેનેડામાં પરિસ્થિતિને કારણે અમારા રાજદ્વારીઓ માટે જરૂરી કામ કરવું મુશ્કેલ બની ગયું હોવાથી વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. બુધવારે વર્ચ્યુઅલ ય્૨૦ લીડર્સ સમિટના સમાપન બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે ઘણી શ્રેણીઓમાં ફિઝિકલ વિઝા શરૂ થયા છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *