શ્રીહરિકોટા
ઈસરોના વૈજ્ઞાનિકો ભારતના એક મહત્વપૂર્ણ મિશન સ્પેસ મિશન ચંદ્રયાન-૩ને સફળ બનાવવા માટે દિવસ-રાત એક કરીને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. દુનિયામાં રહેતા દરેક ભારતીયોને ઈસરોના મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-૩ માટે ઘણો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે ઈસરોએ ચંદ્રયાન-૩ના રોકેટનો વીડિયો શેયર કર્યો છે. ૧૨ થી ૧૯ જુલાઈની વચ્ચે ચંદ્રયાન-૩ લોન્ચ થશે. તેની સંભવિત લોન્ચ તારીખ ૧૩ જુલાઈ, ૨૦૨૩ કહેવામાં આવી રહી છે. પહેલા ૨ ચંદ્રયાન મિશન બાદ ઈસરોનો આ ત્રીજાે પ્રયાસ છે. ઈસરોના આંધ્રપ્રદેશના તટ પર સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ રોકેટ લોન્ચ થશે. ચંદ્રયાન-૩ રોકેટ ત્રણ ભાગમાં તૈયાર થયુ. જેમાં પ્રોપલ્શન મોડ્યુલની વાત કરીએ તો, સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે. બીજું લેન્ડર મોડ્યુલની વાત કરીએ તો, આ ચંદ્રયાન-૩નો બીજાે અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે. ત્રીજાે અને મુખ્ય રોવરની જાે વાત કરીએ તો, આ ચંદ્રયાનનો ત્રીજાે ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.રોકેટ ચંદ્રયાન-૩ મિશન અંગેની ખાસ વાતોન હોય તો એ છે કે ચંદ્રયાન-૩ મિશન માટે ૭૫ કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે. બીજી ખાસ વાત છે કે ચંદ્રયાન-૩ મિશન ઈસરોના ચંદ્રયાન-૨ મિશનનું ફોલો-અપ મિશન પણ ગણી શકાય તેમ છે. અને ત્રીજી જાે ખાસ વાત છે કે, ચંદ્રયાન – ૩ના લેન્ડરને ચંદ્રના દક્ષિણી ગોળાર્ધ એટલે કે દક્ષિણી ધ્રુવ પાસે લેન્ડ કરાવવામાં આવશે.