Gujarat

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પ્રાદેશિક સ્વરૂપ ન લે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે : પ્રધાનમંત્રી મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ય્૨૦ નેતાઓની વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતા કરતા આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ આપણા બધા માટે અસ્વીકાર્ય છે. નાગરિકોના મોત જ્યાં પણ થાય છે તે નિંદનીય છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર બોલતા પીએમએ કહ્યું કે અમે આજે બંધકોને મુક્ત કરવાના સમાચારનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે તમામ બંધકોને જલ્દી મુક્ત કરવામાં આવશે.. પીએમ મોદીએ કહ્યું કે માનવતાવાદી સહાય માટે સતત અને સમયસર પહોંચવું જરૂરી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ કોઈ પ્રાદેશિક સ્વરૂપ ન લઈ લે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે.

આજે આપણે જે સંકટના વાદળો જાેઈ રહ્યા છીએ તે છતાં, એક પરિવાર પાસે શક્તિ છે કે આપણે શાંતિ માટે, માનવ કલ્યાણ માટે કામ કરી શકીએ છીએ, આપણે આતંક અને હિંસા સામે અવાજ ઉઠાવી શકીએ છીએ. આ માટે ભારત કદમથી આગળ વધવા માટે તૈયાર છે.. પીએમ મોદીએ સમિટમાં કહ્યું કે, એક વર્ષમાં જી-૨૦ નેતાઓએ સાથે મળીને તેને નવી ઊંચાઈ પર લઈ ગયા છે, અવિશ્વાસ અને પડકારોથી ભરેલી આ દુનિયામાં પરસ્પર વિશ્વાસ જ આપણને બાંધે છે અને એકબીજા સાથે જાેડે છે. આ એક વર્ષમાં અમે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિવાદોથી દૂર રહીને એકતા અને સહકાર દર્શાવ્યો છે. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે દિલ્હીમાં આપણે બધાએ સર્વસંમતિથી G૨૦ માં આફ્રિકન યુનિયનનું સ્વાગત કર્યું હતું.

આ ભારત માટે ગર્વની વાત છે. આખી દુનિયાએ એક વર્ષમાં ગ્લોબલ સાઉથનો પડઘો સાંભળ્યો છે. તાજેતરમાં, ગ્લોબલ સાઉથ સમિટમાં, ૧૩૦ દેશોએ નવી દિલ્હીમાં લીધેલા ય્૨૦ ના ર્નિણયોની પ્રશંસા કરી છે… ભારતના કરોડો નાગરિકો ય્૨૦માં જાેડાયા, અમે તેને તહેવારની જેમ ઉજવ્યો. જ્યારે મેં આ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે મને ખ્યાલ નહોતો કે આજે વૈશ્વિક પરિસ્થિતિ કેવી હશે. છેલ્લા મહિનામાં નવા પડકારો ઉભા થયા છે. ખાસ કરીને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે અમારું એકસાથે આવવું એ પ્રતીક છે કે અમે તમામ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેનો ઉકેલ લાવવા માટે સાથે છીએ.. નવી દિલ્હી સમિટમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝીટરી તૈયાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. એક રીપોઝીટરી તૈયાર કરવામાં આવી છે, ૧૬ દેશોમાંથી ૫૦ થી વધુ ડ્ઢઁૈં ઉમેરવામાં આવ્યા છે. ગ્લોબલ સાઉથના દેશોમાં ને અસરકારક બનાવવા માટે, હું સોશિયલ ઈમ્પેક્ટ ફંડ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું.

ભારત વતી, હું આમાં ૨૫ મિલિયન ડોલરની પ્રારંભિક રકમ ઉમેરવાની જાહેરાત કરું છું, પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે અન્ય દેશો પણ તેમાં જાેડાશે.. પીએમ મોદીએ કહ્યું કે – સમગ્ર વિશ્વમાં છૈંને લઈને ચિંતા વધી રહી છે. ભારતની સ્પષ્ટ વિચારસરણી છે કે આપણે બધાએ તેના નિયમન માટે પ્રયત્નો કરવા જાેઈએ. ડીપફેક સમાજ માટે કેટલા જાેખમી છે તેની ગંભીરતા સમજીને આપણે આગળ વધવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે છૈં લોકો સુધી પહોંચે, પરંતુ સમાજ માટે સુરક્ષિત રહે. એટલા માટે આવતા મહિને ભારતમાં ગ્લોબલ છૈં પાર્ટનરશિપ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ભારતમાં ગ્રીન ક્રેડિટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેની શરૂઆત થઈ ગઈ છે અને વૈકલ્પિક ઈંધણના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *