Gujarat

છોટાઉદેપુરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો, માત્ર બે જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, ભારે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે

મોડી રાત્રે વરસાદે છોટાઉદેપુરમાં માત્ર બે જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેને લઇ છોટાઉદેપુર નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા પરંતુ લોકો જ્યારે ઊંઘમાં હતા તે દરમિયાન ભારે વરસાદથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડ્યો. છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુરમાં પાંચ ઈંચ જ્યારે પાવીજેતપુરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે, આનંદની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે છોટાઉદેપુર નજીક આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે, ચેકડેમ ઉપરથી પાણી વહેતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઓરસંગ નદી મધ્યપ્રદેશ થી નીકળી વડોદરાના ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે નર્મદા ને મળે છે, શરૂઆતી ચોમાસામાં ઓરસંગ નદી વહેતી થતા લોકોમાં હર્ષની લાગણી વર્તાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો માં ખુશીની લાગણી વર્તાઈ રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230702_161958.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *