બોડેલી ના જબુગામ નો હેરિટેજ હોઢર બાવા ના નામ થી પ્રસિદ્ધ વડલો ઓરસંગ નદીમાં પાણી આવતા પાણીના વેણમાં ધરાસાઈ થયો હતો
ગત વર્ષ દરમ્યાન ભારે વરસાદ ના પગલે
જબુગામ ના હેરિટેજ કહી શકાય એવો લગભગ 200 વરસ જૂનો વડલો જે છોટા ઉદેપુર જિલ્લાનું જુના માં જૂનું વૃક્ષ હોવાની લોકવાયકા ધરાવતું હતું તેને
ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદના પગલે તેની બે બાજુ પુસ્કળ ધોવાણ થયેલ હતું
જો થોડુંક પણ ધ્યાન આપી ને ગ્રામ પંચાયત /વનવિભાગ થકી એની આજુબાજુ પુરાણ કરી ને એને બચાવવા ના સક્રિય પ્રયાસો થયા હોત તો બચાવી શકાયો હોત.
પરંતુ અફસોસ કે આજ રોજ આ હેરિટેજ વૃક્ષ સદાને માટે માં ઓરસંગ માં જળ સમાધિ લઈ લીધી સાથે સાથે એક જાજરમાન અને જબુગામ નો એક ઐતિહાસિક વારસો ને વિરાસત હરહંમેશ માટે વિસરાઈ ગયો.બોડેલીના જબુગામ ઓરસંગ નદીના કિનારે વર્ષો જુનો વડલો ઓરસંગ નદીના પાણીમાં ધરાસાય થયો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


