બોડેલી નગરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રંગેચંગે રથયાત્રાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
ભગવાન જગન્નાથજી,ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્યાએ નીકળ્યા હતા, ત્યારે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બોડેલી નગરમાં ઠેર-ઠેર રથોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અષાઢી બીજે બોડેલી નગર માં ભગવાન નગરચર્યાએ નીકળ્યાં હતા. આજે અષાઢી બીજ ના દિવસે સવારે 9:00 વાગ્યાથી રથયાત્રા નું પ્રારંભ કરવામાં આવ્યો હતો અલીપુરા જલારામ મંદિરેથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બોડેલી અલીપુરા જલારામ મંદિરે થી અલીપુરા એસટી ડેપો રહીને અલીપુરા ચોકડી થી ઠોકલીયા રામજી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા જેમાં અલગ અલગ પંથની ઝાંખી રજૂ કરવામાં આવી હતી સાથે સાથે ઢોલ નગારા સાથે ટીમલી ના નૃત્ય આકર્ષણ જોવા મળ્યું હતું બોડેલીમાં રથયાત્રાનું બીજુ વર્ષ હોય ખૂબ ધામધૂમ પૂર્વક રથયાત્રા ની ઉજવણી કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા. બોડેલી નગરમાં ઠેર-ઠેર રથોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા બાદ મહાપ્રસાદીનું આયોજન બોડેલી અલીપુરા જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું
પરંપરાગત રૂટ પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થતા ઠેર ઠેર શ્રદ્ધાળુઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુ હતુ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


