Gujarat

જૈનિલ દેસાઇએ UPSCની IFSમાં ઓલ ઈન્ડિયામાં ૧૨મો રેન્ક મેળવ્યો

અમદાવાદ
વર્ષ ૨૦૨૨માં યોજાયેલા ેંઁજીઝ્રની ૈંહ્લજીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મુળ સુરતના અને હાલ અમદાવાદમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જૈનિલ દેસાઇએ ેંઁજીઝ્રની ૈંહ્લજીમાં ઓલ ઈન્ડિયામાં ૧૨મો રેન્ક મેળવ્યો છે. જૈનિલે સતત ૮ કલાકની મહેનત સાથે બીજા પ્રયાસમાં ેંઁજીઝ્ર પાસ કરી છે.સુરતમાં રહેતા જૈનિલ દેસાઇએ ૨૦૨૦માં સુરતની કોલેજમાંથી મિકેનીકલ એન્જીનીયરીંગરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જૈનિલના પિતા જગદીશભાઈ એમ્બ્રોડરી મશીનનું કામ કરે છે, જ્યારે માતા દક્ષાબેન હાઉસ વાઈફ છે અને તેનો નાનો ભાઈ અભ્યાસ કરે છે. જૈનિલ મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. ૩ વર્ષની મહેનત બાદ જૈનિલને સફળતા મેળી છે.જૈનિલને પહેલાથી જ સિવિલ સર્વિસમાં જવાની ઈચ્છા હતી. તેથી સ્પીપા ઇન્સ્ટિટ્યૂટમાં રહીને તૈયારી કરતો હતો. ઘરથી દૂર રહેવાનું હોવાથી જૈનિલ અમદાવાદમાં સરદારધામમાં રહી ેંઁજીઝ્ર અને ૈંહ્લજી માટે તૈયારી કરતો હતો. જૈનિલે ગ્રેજ્યુએશન પછી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ પહેલા ૨૦૨૧માં જૈનિલે ેંઁજીઝ્રની પરીક્ષા આપી હતી જેમાં તેને સફળતા મળી ન હતી. તે મેઇન્સ સુધી જ પહોંચ્યો હતો, પરંતું તેણે હાર માની ન હતી અને આગળ વધ્યો હતો અને આજે જળહળતી સિદ્ધિ મેળવી હતી.જૈનિલે સિવિલ સર્વિસ સાથે ૈંહ્લજીની તૈયારી પણ શરૂ કરી હતી. બંને પરીક્ષામાં પ્રિલીમ પરીક્ષા સમાન હોય છે, જેથી ૨૦૨૨માં તેણે બંનેની પ્રિલીમ પરીક્ષા પાસ કરી દીધી હતી. સિવિલ સર્વિસમાં અને ફોરેસ્ટ સર્વિસમાં જૈનિલ મેઇન્સ બાદ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પરંતુ સિવિલ સર્વિસમાં ઇન્ટરવ્યૂ પાસ કરી શક્યો નહતો અને ફોરેસ્ટ સર્વિસમાં ઇન્ટરવ્યૂ પાસ કરતાં ફોરેસ્ટ સર્વિસમાં તેની પસંદગી થઈ હતી.જૈનિલ દેસાઇ ૈંછજી ઓફિસર બનવા માંગે છે, તેથી તેમણે એક મહિના અગાઉ ેંઁજીઝ્રની પ્રિલીમ પરીક્ષા આપી છે અને હવે તે મેઇન્સની તૈયારી કરી રહ્યા છે. આગામી સમયમાં તેઓ ેંઁજીઝ્રની મેઇન્સની પરીક્ષા આપશે. ેંઁજીઝ્રની પરીક્ષા પાસ કરીને ૈંછજી ઓફિસર બનવાનો તેમનું લક્ષ્ય છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *