Gujarat

ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને રૂપિયા 8 લાખનો દંડ ફટ કરતી જામ કંડોરણા કોર્ટ

જામકંડોરણા તાલુકાના વાવડી ગામના રહીશ લલિતચંદ્ર શાંતિલાલ રાજ્યગુરુ એ રાણેશ્વર ફર્નિચરના માલિક મયુરભાઈ પ્રફુલભાઈ દવે જેતપુર વાળા ને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઊભી થતા મિત્રતાના નાતે રૂપિયા ચાર લાખ અંકે રૂપિયા ચાર લાખ પુરા હાથ ઉંછીનાને આપેલ જે રકમ ની ચુકવણી પેટે ₹4,00,000 નો ચેક આપેલ જે ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે ચેક રિટર્ન થતા ફરિયાદીને  તેની રકમ વસૂલ ન મળતા ડિમાન્ડ નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને રકમ ન ચૂકવતા આરોપી સામે જામ કંડોરણા કોર્ટમાં ધારાશાસ્ત્રી ધર્મેશ એમ વેકરીયા મારફત ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ચાલી જતા ફરિયાદી તરફે ના વકીલ દ્વારા ઉચ્ચ અદાલત ના સિદ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ જામ કંડોરણા ના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂપિયા 8 લાખ નો દંડ તથા દંડની રકમ ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજા નો હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે યુવા ધારાશાસ્ત્રી ધર્મેશ એમ વેકરીયા તથા યુવા ધારાસભ્ય મયુર કે બાલધા તથા યુવા ધારાસભ્ય રાકેશ એ સોજીત્રા રોકાયેલ હતા

IMG-20230719-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *