Gujarat

પત્તાપ્રેમીઓના રંગમા ભંગ પાડતી જામકંડોરણા પોલીસ : સાત શકુની અડફેટે ચડ્યા.  

રાજકોટ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા પ્રોહી. જુગાર ની બેદી નેસ્તનાબૂદ કરવા સુચનાઓ આપી હોય છે અંતગર્ત જામકંડોરણા ના પીએસઆઇ વી.એમ.ડોડીયા ગઈકાલે બરેડીયા ગામે જુગાર ની રેડ પાડી ને સાત ઈસમો સહિત ૩૧૬૮૦નો મુદામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
   આ અંગે ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા ના બરડીયા ગામે સમીર હદવાણી ઉર્ફે અપલો  ,, રૂપેશ રાજાણી ઉર્ફે રૂપો  , પિયુષ ભુત , જતીન ઢોલ , કેલ્વીન ચનીયારા  ઉર્ફે રધો  નરેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે નંદો  ,  જગદીશ ચનીયારા આ બધા બરડીયા ની ઉગમણી સીમ લાઈટ અંજવારે ઓરડી માં જુગાર ની રમત માંડી છે તેવી જામકંડોરણા ને ખાનગી રાહે બાતમી મળી હતી આ બાતમીના આધારે જામકંડોરણા ના પીએસઆઇ વિ.એમ ડોડીયા  પો.કોન્સ. લાલજીભાઈ જાબુંકીયા ,  પો.કોન્સ. રાજુભાઈ ભોળદરીયા , ભગીરથસિંહ જાડેજા સહિત ના પોલીસ સ્ટાફે જુગાર પર રેડ કરી હતી આ રેડ દરમિયાન સાત ઈસમો સહિત ૩૧૬૮૦ નો મુદ્દામાલ ઝડપી ને જુગાર ધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અહેવાલ અતુલ લશ્કરી

IMG-20230710-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *