આજે તા.૨૫ જુલાઈના રોજ સાંજે ૫:૦૦ કલાકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ચાલુ ખરીફ
ઋતુમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં કઈ બાબતોમાં વિશેષ ધ્યાન આપવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ
વંદે ગુજરાત ચેનલ નં-૪, યુટ્યુબ ( https://youtu.be/6WDQUPmTtew ) અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી
કરવામાં આવશે. આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, બીઆરસી અને સીઆરસી ખાતે BISAGના
માધ્યમથી કરવામાં આવશે. જેનો જામનગર જિલ્લાના ખેડૂતોને લાભ લેવા માટે જામનગર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.
એમ. આગઠ દ્વારા જિલ્લાના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
