Gujarat

જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી. ડી.નાગડા બી. બી. એ. કોલેજ ખાતે કાર્યક્રમોની ઉજવણી કરાઇ ૭૦૦થી વધુ યુવાઓએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી

જામનગર જિલ્લામાં મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત
સેલ્ફી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનની જામનગરની કોલેજોમાં ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ
જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી. ડી.નાગડા બી. બી. એ કોલેજ ખાતે પંચ પ્રણ પ્રતિજ્ઞા
લેવામાં આવી હતી. જેમાં એનસીસી અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૭૦૦ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ હાથમાં માટી લઈ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા માનનીય વડાપ્રધાનના પંચ પ્રણને આવરી લેતી
પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ દવજવંદન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *