*અંબાલાલ પટેલની વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે સમૂહ લગ્ન નિર્વિઘ્ન સંપૂર્ણ થવા બદલ માં અંબા ને ધજા અર્પણ કરી માનતા પૂર્ણ કરી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા માઁ આંબા ના મંદિર શિખર ઉપર ધજા ચડાવવામાં આવી. અંબાલાલ પટેલની વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે સમૂહ લગ્ન નિર્વિઘ્ન સંપૂર્ણ થવા બદલ માં અંબા ને ધજા અર્પણ કરી માનતા પૂર્ણ કરી. આ વર્ષે 21 પાંચે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા 155 જોડાઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવામાનની આગાહી વચ્ચે વાવાઝોડા અને વરસાદની શક્યતા વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમય દરમિયાન એક અઠવાડિયા સુધી વરસાદ કે વાવાઝોડાની અસર જાણે સમુહ લગ્ન ઉપર પડી જ ના હોય તેવું વાતાવરણ ઊભું થયેલું જાણે માઁ અંબા પણ 155 દીકરીઓને આશીર્વાદરૂપે વાતાવરણને શુદ્ધ રાખી નિર્વિઘ્ના લગ્નની પૂર્ણાહુતિ કરવી હતી. સમૂહ લગ્નમાં વરસાદ અને વાવાઝોડું વિઘ્ન રૂપ ના બને માટે માઁ અંબા ની માનતા રાખી હતી તે માનતા આજે પૂર્ણ કરવા જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતન પ્રાંત ની ટીમ સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*