વંથલી તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ નું આયોજન વંથલી ગુરુકુળ ખાતે કરાયું હતું. જેમાં શેઠ બી.કે. મહેતા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ અંડર ૧૭ સ્પર્ધા લાંબી કુદમાં ઠાકોર આનંદ, ૧૦૦ મી. દોડમાં સાદરીયા ધ્રુવી સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે અને ૧૦૦ મી. દોડમાં સિંગલ ચંદ્રેશ, ૨૦૦ મી. દોડમાં વાજા દૃષ્ટિ, ગોળા ફેંકમાં ભૂત કુંજ બીજા નંબરે તેમજ અંડર ૧૪ માં ૧૦૦ મી. દોડમાં સાંધ શહેનાજ બીજા નંબરે વિજેતા થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. તાલુકા કક્ષાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શાળાના શિક્ષક શ્રી રામશીભાઈ રાવલીયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયાએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
રમેશ સિંગલ વંથલી