ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિનો વિભાગ ગાંધીનગર દ્રારા તાલુકા કાક્ષાનો યુવા ઉત્સવ 2023-24 જોડીયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ ખાતે યોજાયો. જેમાં જોડિયા તાલુકાની સરકારી અને ખાનગી શાળાના આશરે એક સો(100) વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિંબધ,વકૃત્વ, સર્જનાત્મક કારીગરી,ચિત્ર, સમુહગીત જેવી દસ (10) સાંસ્કૃતિક કૃતિઓમાં ભાગ લઈને પોતાની કળા રજુ કરી. આ પ્રસંગે જોડિયા તાલુકા કન્વિનર શ્રી જગદિશભાઈ વિરમગામાએ કાર્યક્રમની શુભ શરૂઆત તથા આયોજન કરેલ.જેમાં નિર્ણાયક્શ્રીઓ બી.એલ.ઝાલા સાહેબ, મમતાબેન જોષી, મોમભાઈ ટોયટા,વિનોદભાઈ કાનાણી, ભગવાનજીભાઈ કાનાણી વગેરેએ પોતાની ફરજ બજાવી હતી. આ યુવા ઉત્સવમાં ભાગ લેનાર વિજેતા થનારને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સાંઈ વિદ્યા સંકુલ – જોડિયાના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :; હડિયાણા….


