Gujarat

રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો જોગી સ્વામી સ્મરણાંજલી મહોત્સવ          

તા.૮/૮/૨૦૨૩ ના રોજ બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે ભવ્ય અને દિવ્ય રીતે જોગી સ્વામી સ્મરણાંજલિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
 જોગી સ્વામી પીપલાણા વાળાની ૩૮ પુણ્ય તિથી (નિર્વાણ દિન) નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરમડ ગુરુકુલ ખાતે પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનો લાભ લીધો હતો. જોગી સ્વામી જીવન કવન, ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સત્સંગ મંડળોની સ્થાપના, જોગી સ્વામી વિશેષ પૂજન, નૃત્ય નાટીકા તેમજ સંગીત કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અને મહોત્સવમાં પધારેલ ૨૫૦૦ ઉપરાંત હરિભક્તોએ બપોરે અને રાત્રે ભોજન પ્રસાદ લીધો હતો. અંતમાં પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીએ તમામ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230810-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *