Gujarat

માહિતી ખાતાની લાંબી સેવાઓ બાદ સંયુકત માહિતી નિયામક મિનેષ ત્રિવેદી અને સહાયક માહિતી નિયામક કે.સી.કણજારીયા વયનિવૃત્ત

ગાંધીનગર
માહિતી ખાતામાં લાંબી સેવાઓ બાદ ગાંધીનગર ખાતેથી સંયુકત માહિતી નિયામક શ્રી મિનેષ ત્રિવેદી અને સહાયક માહિતી નિયામક કે.સી.કણજારીયા. આજે વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી એ નિવૃત્ત થતા બંન્ને અધિકારીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે. આગળનું જીવન તેમનું પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે.
પુલકભાઈ ત્રિવેદી એ નિવૃત્ત થતા કેમેરામેન પ્રવીણભાઈ સોરઠીયાને પણ વય નિવૃત્તિની શુભેચ્છા પાઠવીને તેમની સેવાઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને એમનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભ કામનાઓ આપી હતી.
આ પ્રસંગે માહિતી નિયામક કચેરી ગાંધીનગરની વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ નિવૃત્ત થતા તમામ અધિકારીઓનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

File-02-Page-Ex-07-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *