સાગર નિર્મળ
જૂનાગઢ
બિપરજોય વાવાઝોડાની ગુજરાત પર અને જુનાગઢ જિલ્લાના દરિયા કિનારનાં વિસ્તારોમાં અસર થવાની સંભાવના રહેલ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ દશ કંટ્રોલરૂમ 24 કલાક રાઉન્ડ ધ કલોક ચાલુ કરવામાં આવેલ છે. Pgvcl દ્વારા 22 જેટલી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની પણ વીજ પુરવઠો કાર્યરત રહે તે માટે તૈનાત કરવાની કામગિરી હાથ ધરવામાં આવેલ છે જ્યારે જૂનાગઢ અને કેશોદ ફાયર બ્રિગેડની ટીમો પણ તૈયાર રાખવામાં આવેલ છે અને જરૂરિયાત મુજબ પોલીસની વિવિધ ટીમો તૈનાત રાખવા સૂચના આપવામાં આવેલ છે. મોટા ભાગની બોટો દરિયા માંથી પરત બોલાવી લેવામાં આવેલ છે. એન. ડી. આર. એફ. ની ટીમ પણ પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લામાં તૈનાત કરવામાં આવેલ હોવાની વિગતો મળી રહેલ છે.
ખાસ માળિયા અને માંગરોળ વિસ્તારમાં 25 જેટલા સેન્ટર હોમ જરુરી સુવિધા સાથે તૈયાર કરવામાં આવેલ છે અને નીચાણ વાળા વાવાઝોડા સંભવિત વિસ્તાર માંથી સ્થળાંતર સુધીની તમામ પ્રકારની તૈયારી કરવામાં આવેલ છે
મહાનગપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં લાગેલા મોટાં હોડીંગ્સ ઉતારવા માટેની સુચનાઓ આપવામાં આવેલ છે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવેલ છે.


