Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સફેદ ધૈણ-મુંડા નિયંત્રણ માટે ખેડૂતોના હિતમાં ભલામણો કરાઈ  

સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધુ જોવા મળે છે અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં મગફળીમાં સફેદ ધૈણ (મુંડા)નો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળે છે. ત્યારે મગફળીનું વાવેતર કરતા સર્વે ખેડૂતોને સફેદ ધૈણ (મુંડા) ના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે સંકલીત નિયંત્રણના ઉપાયો હાલ સમયસર લેવા માટે સૂચવવામાં આવ્યું છે.

ખેતરના શેઢાપાળા પરના ઝાડ પર સફેદ ધૈણના પુખ્ત ઢાલીયા કીટકોના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાનો (૧૫ લીટર પાણીમાં ૨૦ મીલી પ્રમાણે) છંટકાવ કરવો. સફેદ ધૈણના પુખ્ત ઢાલીયા કીટકને પકડવા રાત્રીના સમયે વિઘે ૧ મુજબ પ્રકાશ પિંજર ગોઠવવા જોઈએ.

મગફળીમાં સફેદ ધૈણ (મુંડા) નાં અસરકારક નિયંત્રણ માટે એક વીઘે ૧.૫ કીલો ગીર સાવજ બ્યુવેરીયા અથવા ગીર સાવજ મેટારીઝીયમ ૫૦ કીલો એરંડીના ખોળ સાથે ભેળવી જમીનમાં આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

મગફળીના ઉગવાના ૩૦ થી ૩૫ દિવસ બાદ ૧.૫ કીલો ગીર સાવજ બ્યુવેરીયા અથવા ગીર સાવજ મેટારીઝીયમ એક વીઘા મુજબ પાણી સાથે જમીનમાં આપવાની ભલામણ છે. ઉપરાંત

ઉભા પાકમાં ઉપદ્રવ જોવા મળે ત્યારે કલોરપાયરીફોસ ૧૦ જી દાણાદાર દવા ૧ થી ૧.૫ કીલો પ્રતિ વીઘા મુજબ અથવા કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા ૪-૫ કિલો પ્રતિ વીઘા મુજબ રેતી સાથે ભેળવી જમીનમાં આપી શકાય. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની યાદી જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *