Gujarat

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદી માહોલ

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જૂનાગઢ અને મેંદરડામાં તો અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદી માહોલ જાેવા મળ્યો. ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે. વરસાદને કારણે ગિરનાર પર્વત પર લીલોતરી છવાઇ છે. તો સતત વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદ બાદ ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *