Maharashtra

ફિલ્મોને અલવિદા કહેવાની તૈયારીમાં છે કાજલ અગ્રવાલ?

મુંબઈ
સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે ૨૦૦૭ના વર્ષમાં પહેલી ફિલ્મ કરી હતી. અત્યાર સુધીમાં સાઉથ અને બોલિવૂડની ૫૫ ફિલ્મો કરનારી કાજલ અગ્રવાલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેમનો દીકરો નીલ એક વર્ષનો થયો છે. દીકરાને સમય નહીં આપી શકાતો હોવાથી કાજલે ફિલ્મોને અલવિદા કહેવાની તૈયારી કરી છે. કાજલ અત્યારે નંદમુરી બાલક્રિશ્ના સાથે ફિલ્મ ભગવંત કેસરી અને કમલ હાસન સાથે ઈન્ડિયન ૨ કરી રહી છે. આ બંને ફિલ્મોનું શૂટિંગ પૂરી કર્યા પછી કાજલ ફિલ્મોમાંથી વિદાય લેવાનું વિચારી રહી છે. કાજલ અગ્રવાલે મગધીરાથી માંડીને સિંઘમ સુધી અનેક યાદગાર ફિલ્મોમાં રોલ કર્યા છે. કાજલે લગ્ન બાદ થોડો સમય ફિલ્મોમાં બ્રેક લીધો હતો. કાજલે કેટલાક મહિનાથી ફરી શૂટિંગ શરૂ કર્યું છે, પરંતુ તેના કારણે દીકરા નીલને ઓછો સમય આપી શકાતો હોવાનું કાજલને લાગે છે. કાજલે હાથ પરની બે ફિલ્મો પૂરી થયા પછી નવા પ્રોજેક્ટ હાથમાં નહીં લેવાનું વિચાર્યું છે. જાે કે કાજલ હંમેશા માટે એક્ટિંગમાંથી નિવૃત્તિ લેશે કે પછી અનુષ્કા શર્માની જેમ કમબેક કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. કાજલે તાજેતરમાં ટિ્‌વટર એકાઉન્ટ પર પોતાનો ફોટોગ્રાફ મૂક્યો હતો. પોસ્ટમાં કાજલે જણાવ્યું હતું કે, કમિટમેન્ટ્‌સ પૂરા થયા હોય અને વચ્ચે રાહતનો શ્વાસ મળ્યો હોય ત્યારની તસવીર. કાજલના આ ફોટોગ્રાફ અને કેપ્શન બાદ તેમની નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુના પરિવારમાં મે, ૨૦૨૨ના રોજ દીકરા નીલનો જન્મ થયો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *