મકસુદ કારીગર,કઠલાલ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત કલા મહોત્સવ અંતર્ગત કઠલાલ કન્યા ક્લસ્ટરમાં કન્યાશાળા કઠલાલ ખાતે કલા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં ૨૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો બાળકો દ્વારા ચિત્ર બાળ કવિ સંગીત ગાયન સંગીત વાદન તથા વાર્તા કથન અને વાર્તા લેખન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે કઠલાલના જયભાઈ સોની દ્વારા કંપાસ પેટી આપવામાં આવી અને વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કઠલાલ કન્યા સી.આર.સી શ્રી અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું.


