Gujarat

કણભા પોલીસે પ્રેમિકાની હત્યાના ગુનામાં પ્રેમી આરોપીની ધરપકડ કરી

મહિલાનો તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

પ્રેમ સબંધમાં અંત લાવનાર મહિલાને પ્રેમીએ દાતરડાના ઘા મારી પ્રેમીએ ઘર બહાર મૃતદેહ ફેંકી દેવાના ગુનામાં કણભા પોલીસે પ્રેમી આરોપીની ધરપકડ કરી છે. કણભા પોલીસે આ ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેનું નામ ચેતનસિંહ ઝાલા છે. જેની ધરપકડ પોલીસે પ્રેમિકાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. વાત છે ગઈ તરીકે ૧૬-૦૯-૨૦૨૩ ની મોડી રાતની કુબડથલ ગામમાં મૃતક હંસા બહેન ઠાકોરનો મૃતદેહ શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બનતા કણભા પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. કણભા પોલીસે મૃતક મહિલાના ફોનથી તપાસ શરુ કરી હતી.

જેમાં પ્રથમ શંકાસ્પદ તરીકે પ્રેમી ચેતનસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતું અને કણભા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબુલાત કરતા પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી હતી. હત્યારા પ્રેમી ચેતનસિંહ ઝાલાની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી દશ માસ પહેલા મૃતક હંસાબેન ઠાકોર અને ચેતનસિંહ ઝાલાનો સંપર્ક મજૂરી કામ દરમિયાન થયો હતો અને બંનેએ એકબીજાના મોબાઈલ નંબર ની આપ-લે કરી હતી. ત્યારબાદ બંનેમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ મૃતક હંસાબેનના પરિવારને જાણ થતા પરિવારે મૃતક હંસા બેનને આ સંબંધ તોડી નાખવા કહ્યું હતું.

જેથી હંસાબેન એ પ્રેમી ચેતનસિંહ ઝાલાને પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. આ વાતની અદાવતને આરોપી હત્યારા પ્રેમીએ ગઈ તારીખ ૧૬-૦૯-૨૦૨૩ ની રાત્રે મળવા માટે બોલાવ્યા હતા. હંસાબેનને દાતરડાથી ઘા મારીની હત્યા કરી લાશને ઘર બહાર ફેંકીને ફરાર થઇ ગયો હતો.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *