પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આહવાનને પગલે દેશવાસીઓએ તિરંગો લેહરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે. આજે આ અભિયાનમાં જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢના કર્મયોગીઓ પણ જોડાયાં હતા. વર્ગ-૪ના કર્મચારી રૂકસાનાબેન કુરેશીના હસ્તે જિલ્લા માહિતી કચેરી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ જોડાયા હતા.
