Gujarat

વાહનચાલકોના માથાના દુખાવો સમાન કઠલાલ ની કપડવંજ રેલ્વે ફાટક.

મકસુદ કારીગર,કઠલાલ
સાંકળી ફાટક ને કારણે એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિકમાં ફસાઈ.
 —————————-
કઠલાલ ના કપડવંજ રોડ પર આવેલ રેલ્વે ફાટક નું સમારકામ અવારનવાર કરવામાં આવે છે.પણ પરિસ્થિતિ જેસે થે વેસે હી ફિર સે એજ મસ મોટા ખાડા વારંવાર થયા કરે છે.
વાહનમાં પંચર પડવું,ટાયર ફાટવું ,અકસ્માત થવું,કે વાહન નું સ્લીપ ખાઈ જવું એ આ મસ મોટા ખાડા અને પાછા એને પુરવા માટે નાખેલા મોટા મેન્ટલ અને પથરા જ મુખ્ય કારણ છે.
જ્યારે કઠલાલ બસ સ્ટેશન થી કપડવંજ ફાટક સુધી નો રોડ પણ બિસમાર હાલત માં છે નજીક માં શાળા હોવાથી અકસ્માત સર્જાવવાની પુરી શક્યતાઓ છે.પણ હાલ તો રોડ પર અને ફાટક પાસે થિંગડા પુરી ને તંત્ર સંતોષ માની રહ્યું હોય તેમ જણાઇ આવે છે.તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ વાહનચાલકો તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી આ કઠલાલ ની કપડવંજ રેલ્વે ફાટક થઈ અવરજવર કરતા વાહન ચાલકો માં ચર્ચાતો પ્રશ્ન છે હવે જોવુ રહ્યું કે તંત્ર દ્વારા આ સમારકામ યોગ્ય રીતે અને યોગ્ય મટીરીયલ વાપરી ને કયારે કરવામાં આવશે કે કેમ?

IMG20230811181752.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *