Gujarat

પુનઃ લગ્નમાં ઘરેલું હિંસાથી પિડીત મહિલાનું સુખદ સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન     

માળીયાહાટીના તાલુકામાં છ મહિનાથી પુનઃ લગ્ન કરી આવેલ મહિલાને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ,  નાની નાની બાબતોમાં પણ મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા ત્યારે મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી હતી.

 જેનાં પગલે કેશોદ ૧૮૧ ટીમના કાઉન્સેલર ડાયબેન માવદીયા તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતાં. સ્થળ પર મહિલાની સમસ્યા જાણતા જાણવા મળ્યું કે મહિલાએ છ મહિના પહેલા પુનઃ લગ્ન કર્યા હતાં. પરંતુ મહિલાનાં પતિ દ્વારા થોડા સમય બાદ મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ આપવા હતા. મહિલાએ પતિને સમજાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પતિમાં કોઈ સુધારો ન આવતા પતિએ ઝઘડો કરી મહિલાને રાખવા માંગતા ન હતા તેથી  મહિલાએ ૧૮૧ ટીમની મદદ માંગી હતી. કાઉન્સેલર દ્વારા બંને પક્ષો વચ્ચે ના મનભેદ દૂર કરવા આગેવાનો ની હાજરીમાં પતિનું કાઉન્સેલિગ કરી કાયદાકીય માહિતી આપી સમજાવીને પતિ-પત્નિ ના મતભેદો દુર કરી સુખદ સમાધાન કરવામાં ૧૮૧ ટીમ સફળ રહી હતી.

આમ, મહિલાઓને કઠીન સમયે મદદ પહોંચાડતી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ અભયમ  મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *