કેશોદ રઘુવંશી સોશિયલ ગ્રુપ અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહીછે જેમાં વિદ્યાર્થીઓને ચોપડા નોટબુકોનું વિતરણ રઘુવંશી પરીવારનાં જરૂરિયાતમંદ દર્દીને સારવાર ખર્ચ સમૂહ લગ્ન આદર્શ લગ્ન તેમજ અનાજ વિતરણ કરવામાં આવેછે
દર મહિનાના છેલ્લા રવિવારે રઘુવંશી સમાજનાં જરૂરિયાતમંદ 65 પરિવારોને સમાજના શ્રેષ્ઠિઓના આર્થિક સહયોગથી ઘઉં બાજરો ચોખા ખાંડ તેલ વગેરેનું વિતરણ કરવામાં આવેછે તેમ જ તહેવારો દરમિયાન મીઠાઈ ફરસાણ કપડા વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેછે રઘુવંશી સમાજના દાતાઓ દ્વારા દર માસના રૂપિયા ૧૦૦ અથવા ૨૦૦ રૂપિયા આપવામાં આવેછે જેને લઈને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે
રઘુવંશી સોશીયલ ગૃપ દ્વારા અનાજ કીટ તથા ખાંડ તેલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ જેમાં સાંઈઠ કિલો બાજરો ડાયાલાલ ગોકળદાસ વાળા વિનયભાઈ તરફથી આપવામાં આવેલ તેમજ પ્રવીણચંદ્ર નારણદાસ તરફથી ત્રીસ કિલો બાજરો આપવામાં આવેલ તેમજ દાતાઓ તરફથી સો અને બસ્સો રૂપિયા આપવામાં આવેછે
આ સેવા કાર્યમાં રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ મનીષભાઈ રાયચડા પારૂલભાઈ કારીયા ભીખુભાઈ ગોટેચા નંદાભાઈ ગોર સંજય દેવાણી દાવડા સાહેબ દિનુભાઈ દેવાણી ડો. સ્નેહલ તન્ના તેમજ દિનેશભાઈ કાનાબાર વગેરે પોતાની સેવાઓ આપી રહ્યાછે
આ તકે દાતાશ્રી વિનયભાઈ ગોટેચા, પ્રવીણચંદ્ર નારાયણદાસ તેમજ દર માસે રૂપિયા સો તથા રૂપિયા બસ્સોનો આર્થિક સહયોગ આપતા દાતાઓનો આભાર સંસ્થાના હોદ્દેદારો દ્વારા માનવામાં આવ્યો હતો
નરેશ રાવલીયા કેશોદ

