Gujarat

કેશોદ તાલુકા કક્ષા શાળાકીય રમતોત્સવ -2023,24 આદર્શ નિવાસી શાળા ખાતે સમ્પન્ન      

કેશોદ તાલુકાની ગાર્ડી વિધાલય મેસવાણ ખાતે કબડ્ડી સ્પર્ધાના પ્રારંભ બાદ આદર્શ વિદ્યાલય કોયલાણાં ખાતે તાલુકા કક્ષાની ખો ખો રમત અને આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં  વોલીબોલ અને તમામ વય જૂથના ભાઇઓ બહેનો માટે એથલેટિક્સ
રમતની અલગ અલગ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ
    સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ -૨૦૨૩-૨૪ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર ૧૯ વર્ષ વય જૂથના ખેલાડીઓ માટે ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમા કેશોદ તાલુકાની પ્રાથમિક માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લઈ ઉત્સાહિત થયા હતા.
રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, અમેરીકા સ્થિત ડૉક્ટર સી. ડી. લાડાણી, પટેલ વિધાર્થી આશ્રમના પ્રમુખ જયેશભાઈ લાડાણી, ભરતભાઈ વડારીયા ભગવાનજીભાઇ દેત્રોજા, આચાર્ય શ્રી જે. બી. હુંબલ અને ભગવાનજી દેવળીયા, દિનેશ મોરી, ભાવેશ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોયલાણા ખાતે
યોજાયેલ ખો ખો સ્પર્ધામાં પ્રિન્સિપાલ એચ. વી.ગોસ્વામી, ન્યૂ એરા ના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ બુટાણી, જુદી જુદી શાળાનાં આચાર્યશ્રીઓ ,કોયલાણા હાઈસ્કુલના સર્વ સ્ટાફગણે ખેલાડીઓને ઉત્સાહ વધાર્યો હતો.વૉલીબૉલ અને એથલેટિક્સ સ્પર્ધામાં આદર્શ નિવાસી શાળાના આચાર્ય શ્રી એમ. ડી. દાહીંમાં પીપળી સ્કૂલના નવ નિયુક્ત આચાર્ય શ્રી રામસિંહભાઇ પરમાર, એચ એસ. મૂછાળ, જૂદી જૂદી શાળાના ટીમ મેનેજર અને આદર્શ નિવાસી શાળાના સમગ્ર સ્ટાફ, ખેલાડીઓના વાલીગણ વગેરેએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરું પાડેલ.તાલુકા કક્ષાની આ સ્પર્ધાઓમાં પસંદગી પામેલ વિજેતા ખેલાડી ભાઈઓ અને બહેનો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવશે. કેશોદ તાલુકાની જૂદી જૂદી શાળાઓએ વિદ્યાર્થીઓને ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લેવડાવી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા પ્રયત્નશીલ આવી તમામ શાળાઓને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે અને કન્વિનર ડૉ. હમિરસિંહ વાળાએ અભિનંદન પાઠવેલ.
   કેશોદ તાલુકા અને જૂનાગઢ જિલ્લામાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સફળ આયોજન કરી મહત્તમ શાળાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા કેશોદ તાલુકાના કન્વીનર ડૉ.હમીરસિંહ વાળાના માર્ગદર્શનમા નિર્ણાયક તરીકે તાલુકાના વ્યાયામ શિક્ષકની ટીમ શ્રી જે.એસ.ભારવાડીયા,શૈલેષ પરમાર,હમીર બારડ,આર. બી. ચુડાસમા, એ.જી.બોરીસાગર,ભાનુબેન ડોબરીયા,પી.એન.ભાડજા, દિપ્તિશ દેલવાડિયા, શ્રી એલ. એમ.ડાંગર,બાલાસરા અને ઈન સ્કુલના ટ્રેનર વિજય વાળા,અજય ઠાકોરે સફળ આયોજન માટે ખૂબ જહેમત ઉઠાવી હતી
નરેશ રાવલીયા કેશોદ

IMG-20230830-WA0975.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *