Gujarat

કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાં બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠકો યોજાઈ….

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના નવ વર્ષની ઉપલબ્ધિઓને જન જન સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં મહા જનસંપર્ક અભિયાન હેઠળ વિવિધ સંમેલનો અને જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
જેના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોર્ચાના અધ્યક્ષ મયંકભાઈ નાયક અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયકુમાર બ્રહ્મભટ્ટની સૂચનાથી પ્રદેશ પ્રભારી હિરેનભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી જયેશભાઈ બ્રહ્મભટ્ટ અને ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ખેડા જિલ્લામાં ખાટલા બેઠક અને પોસ્ટકાર્ડ અભિયાન તથા જનસંપર્કના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
કપડવંજ તાલુકા પ્રભારી બંસીલાલ પ્રજાપતિ, જિલ્લા કોષાધ્યક્ષ રાજેશભાઈ શર્મા અને જિલ્લા મંત્રી રાજેશભાઈ બારોટ તેમજ કપડવંજ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર તેમજ બક્ષીપંચ મોરચાની ટીમ દ્વારા કપડવંજ તાલુકામાં પણ ખાટલા બેઠક અને પોસ્ટકાર્ડ અને જનસંપર્કના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
કપડવંજ તાલુકાના આતરસુંબા, વાધાવત, ધોળાકુવા, જીતપુરા, કેસરપુરા, નિકોલ, કાભઈના મુવાડા, તેલનાર, નિરમાલી, અબોચ, સુલતાનપુર, ખાનપુર, સાલોડ, વડધરા,નરસિંહપુર, મવડીયા, નાનીઝેર સહિતના ગામોમાં ખાટલા બેઠક, પોસ્ટકાર્ડ અભિયાન અને જનસંપર્કની કામગીરી કરવામાં આવી છે. જ્યારે કપડવંજ પંથકના અન્ય ગામોમાં જનસંપર્ક અને ખાટલા બેઠક તથા પોસ્ટકાર્ડ અભિયાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રામજનો ઉત્સાહભેર આ કાર્યક્રમોમાં સહભાગી બની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહેલા સર્વાંગી વિકાસની સરાહના કરી પ્રધાનમંત્રી ની ૯ વર્ષની ઉપલબ્ધિઓ વર્ણવી તેમને પોસ્ટકાર્ડ લખી અભિનંદન પાઠવી રહ્યા છે.

IMG-20230614-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *