Gujarat

ખોરાસા ગામે PGVCL નાં કર્મચારી પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરાયો ધિકાપાટુ નો માર મારી ઇજા કર્યાંની ફરિયાદ  

વંથલી તાલુકાના ખોરાસા ગામે ગઈકાલે શાપુર સબ ડિવિઝન નો સ્ટાફ ફોલ્ટ રીપેરીંગ માટે ગયો હતો તે સમય દરમિયાન અચાનક જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઉશ્કેરાઈ જઈ ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તેજસ ટીટીયા ને ધિકાપાટું નો માર મારી મૂઢમાર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં શાપુર સબ ડિવિઝન નાં ડેપ્યુટી ઇજનેર જે.ડી જાદવ દોડી ગયા હતા બાદમાં સ્ટાફને સાથે રાખી ઇજાગ્રસ્ત કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી.હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ PGVCL નાં કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230618_173337.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *