કિરણ એક્ટિવિટી ક્લબ ,જુનાગઢ દ્વારા તારીખ 27 જૂન મંગળવારના રોજ ગ્રીન ડ્રેસિંગ કોમ્પીટીશન તેમજ વર્ષાઋતુ ના ગીત અથવા તો લોકગીત ગાવાની હરીફાઈ રાખવામાં આવી હતી. તેમજ હાઉસી રમાડવામાં આવી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી તેમજ બધા જ બહેનો ખુબ સરસ તૈયાર થઈને આવેલા.
ગ્રીન ડ્રેસિંગ કોમ્પીટીશનમાં જીંકલ રાજા, ઈનાબેન જોષી ,ઈલાબેન પારેખ, જયાબેન પરમાર તેમજ ગીતાબેન કોટક વિજેતા થયા.
ગીત ગાવાની સ્પર્ધામાં જીંકલ રાજા , મૃદુલાબેન કાર્યા, ચારમી બેન પટણી અને જયાબેન પરમાર વિજેતા બન્યા હતા. આ હરીફાઈ ના ઇનામ ઇલાબેન ભુપતાણી તરફથી આપવામાં આવ્યા.
ક્લબના ફાઉન્ડર શ્રીમતી કિરણબેન સોલંકી ની ગેરહાજરીમાં સમગ્ર કારોબારીએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ તકે કિરણબેન સોલંકી એ સમગ્ર કારોબારી ટીમનો આભાર વ્યક્ત કરેલ છે.