મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા કઠલાલ અને કપડવંજ નો સહિયારો કિસાન માસ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આત્મનિર્ભર ગોલ્ડ લોન, પોલટ્રી ફાર્મ, ડેરી પશુપાલન ,કિસાન ક્રેડિટ કાર્ડ જેવી લોન અને અન્ય બાબતો વિશે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.મેનેજર દ્વારા કઠલાલ કપડવંજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કઠલાલ ના વાત્રક કાંઠાના ખેડૂત ફતેસિંહ ઝાલા ને ટ્રેક્ટર ની ચાવી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અમદાવાદ bank of india ના ચીફ મેનેજર, છીપડી બેંક ના મેનેજર સહિત બેંક કર્મચારીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.