Delhi

બોલિવૂડના ૫ સિંગલ ફાધર્સ વિષે જાણો.. મધર તરીકે પોતાના બાળકોની કેર કરે છે

નવીદિલ્હી
બોલિવૂડના એવા ૫ સિતારાઓની વાત કરીશું જે સિંગલ ફાધર છે. આ સેલેબ્સ વર્ષોથી એકલા બાળકોની કેર કરી રહ્યા છે. આજે આ સિતારા કોઇ મિસાલથી ઓછા નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ લિસ્ટમાં સૌથી પહેલાં દિગ્ગજ નિર્માતા અને નિર્દેશક કરણ જાેહરનું નામ આવે છે. કરણ જાેહરે લગ્ન કર્યા નથી પરંતુ સરોગેસીથી બે જુડવા બાળકોના પિતા બન્યા. કરણની એક દીકરી અને દિકરો છે. ફિલ્મ મેકર માતાની સાથે મળીને બાળકોની કાળજી રાખે છે. તુષાર કપૂર પણ આ લિસ્ટમાં શામેલ છે. તુષાર કપૂર સરોગેસીથી એક દિકરાના પિતા બન્યા છે. આ એક્ટર એની બહેન એકતા કપૂર અને પિતા જીતેન્દ્રની સાથે મળીને બાળકની કેર કરે છે. તુષારને દિકરા સાથે ગજબનું બોન્ડિંગ છે.રાહુલ દેવની પત્નીનું વર્ષ ૨૦૦૯માં નિધન થયુ હતુ. કેન્સરને કારણે પત્નીનું નિઘન થયુ હતુ જેના કારણે રાહુલ મનથી ભાંગી પડ્યા હતા. પત્નીના નિધન પછી રાહુલે બીજી વાર લગ્ન કર્યા નહીં અને સિંગલ ડેડ બનીને બાળકોની કેર કરી રહ્યા છે. જાે કે દુનિયામાં સિંગલ મધર અને ફાધર તરીકે બાળકની કેર કરવી ખૂબ અઘરી છે, સહેલું નથી.આ લિસ્ટમાં સુઝૈન ખાન અને ઋતિક રોશનનું પણ નામ શામેલ છે. તલાક પછી એક્ટર અને એની એક્સ વાઇફ બન્ને પોતાના દિકરાઓની જવાબદારી સંભાળે છે. પોતાના દિકરાને કારણે આ કપલ એકબીજાની સાથે સમય પસાર કરતા જાેવા મળે છે. સાઉથ અને હિન્દી ફિલ્મો પર વર્ષો સુધી રાજ કરનાર એક્ટર કમલ હાસન પણ એક સિંગલ ડેડ છે. સારિકા સાથે તલાક કર્યા પછી એક્ટરે એકલા હાથે બન્ને દીકરીઓની કાળજી લઇને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે એમની દીકરી શ્રુતિ હાસન અને અક્ષરા હાસન પણ ફિલ્મોથી પોતાનું નામ બનાવી રહી છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકો સિંગલ મધર તેમજ ફાધર તરીકે પોતાના બાળકોની કાળજી રાખતા હોય છે. આ સાથે પોતાના બાળકોને આગળ વધવા માટે પેરેન્ટસ હંમેશા અનેક ઘણી મહેનત કરતા હોય છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *