Maharashtra

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી વિષે જાણો રસપ્રદ વાતો..

મુંબઈ
બોલીવુડમાં કેટલાય એવા સ્ટાર્સ છે, જેમાં સાઉથમાં સફળતા મળી નથી અને એક પછી એક રિઝેક્શન વેઠવા છતાં પણ હિમ્મત ન હારી અને બોલીવુડમાં આવી ગયા. પણ અમુક સ્ટાર એવા પણ છે, જેમણે સાઉથમાં તો હિટ ફિલ્મો આપી સાથે જ બોલીવૂડમાં ફિલ્મોમાં પણ ગદર મચાવી રહ્યા છે. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા અનેક નામી સ્ટાર્સ છે. જેમને સાઉથ ફિલ્મો કર્યા બાદ બોલીવુડમાં આવી ગયા. આજે અમે અહીં એ એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની નજર અને અદાઓના દીવાના તો છે, પણ તેને સાચી દોસ્તી પણ નિભાવી. શ્રીદેવી આજ બર્થ એનિવર્સરી છે. જે આજે આપણી વચ્ચે તો નથી, પણ તેની યાદો લોકોની વચ્ચે હંમેશઆ જીવતી રહેશે. શું આપ જાણો છો કે સાઉથના આમ તો એવા કેટલાય સ્ટાર છે, જેની સાથે ચાંદનીને સારા સંબંધો હતો. પણ એક સુપરસ્ટાર એવા છે, જેની સાથે જ ન ફક્ત શ્રીદેવીએ ફિલ્મો કરી પણ તેના માટે ૭ દિવસ સુધી ભૂખ્યા રહીને વ્રત પણ રાખ્યા. તમને આ વાત જાણીને નવાઈ લાગશે. શ્રીદેવી પોતાના જમાનાની સૌથી ચર્ચિત અને ડિમાંડિંગ એક્ટ્રેસેસમાંથી એક છે. હિન્દી જ નહીં પણ સાઉથ સિનેમામાં પણ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. સાઉથ સિનેમામાં થલાઈવાની સાથે તેમણે એક બે નહીં પણ ૨૫થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે, જેની સાથે તેમને સારુ એવું બોન્ડ હતું. હવે તો આપ સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. વાત થઈ રહી છે કે, સાઉથ સુપરસ્ટાર એટલે કે રજનીકાંતની. શ્રીદેવી અને રજનીકાંતની સાથે ફરિશ્તે, ચાલબાજ, ભગવાન દાદા, જુલ્મ અને ગેર કાનૂની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવી અને રજનીકાંતના લગ્ન બાદ પણ સારી એવી દોસ્તી હતી. આ દોસ્તીની ખાતર એક્ટ્રેસે ૭ દિવસ સુધી થલાઈવા માટે ભૂખ્યા તરસ્યા રહીને વ્રત રાખ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ સુપરસ્ટારે કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં રજનીકાંતે જણાવ્યું હતું કે, જ્યારે તે વર્ષ ૨૦૧૧માં પોતાની ફિલ્મ રાણાનું શૂટિંગ કરી રહ્યો હતો આ દરમ્યાન તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સારવાર માટે તેને સિંગાપુર લઈ જવો પડ્યો હતો. આ વિશે જ્યારે શ્રીદેવીની ખબર પડી તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. રજનીકાંતના સ્વાસ્થ્યમાં સુધાર માટે તેણે શિરડી જવાનો ર્નિણય કર્યો. શિરડીમાં દર્શન કર્યા બાદ તેણે રજનીકાંતના સ્વાસ્થ્ય માટે ૭ દિવસ સુધી વ્રત રાખ્યું હતું. જેથી રજનીકાંત ફટાફટ સાજા થઈ જાય. શ્રીદેવીની પ્રાર્થનાની અસર થઈ અને થલાઈવા એકદમ સ્વસ્થ્ય થઈને ભારત પાછા આવ્યા. રજનીકાંત જેવા ઘરે પહોંચ્યા કે, શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર સાથે તેમની મુલાકાત કરવા તેમના ઘરે પહોંચ્યા. રજનીકાંતના સ્વાસ્થયમાં સુધારો જાેઈ શ્રીદેવીના જીવમાં જીવ આવ્યો.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *