ઉજ્જવળ ભવિષ્ય માટે *માસ્ટર ડીગ્રી M.Sc.,B.sc., નાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મન ની પ્રખ્યાત મહાવિદ્યાલય દ્વારા પસંદગી પામેલ હોવાથી,* તેમ જ કેન્દ્ર સરકાર ની છાત્રવૃતિ સહયોગ થી તારીખ 11 જૂન 2023 નાં રોજ *લક્ષ્મી સોસાયટી નાં તેમનાં નિવાસ સ્થાને પારિવારિક સગા સ્નેહીઓ તેમ જ બૌદ્ધ પરિવાર ની ઉપસ્થિતી માં મંગલમય વિદાય સમારંભ આયોજીત કરાયેલ.*
પ્રસંગની મંગલ પ્રારંભ શરૂઆત ચિં નેહા,ચિ.અજય, શારદાબેન,તથા નાનીમા દ્વારા તથાગત બુદ્ધ ના ચરણમાં ફુલ,મીણબત્તી તથા બાબા સાહેબ ને ફુલહાર તથા મિણબત્તી થી પ્રજવ્વલન ને નિર્વાણધીન ચિં નેહાના પિતા જયંતિભાઇ ને ફુલ અર્પણ વંદન પ્રણામ કરીને ત્યારબાદ પ્રસંગનું સંચાલન આયુ.પ્રિયંક શાક્ય સાહેબ દ્વારા *બુદ્ધ વંદના,ત્રિશરણ,પંચશીલ થી દ્વારા કરાયેલ…* ચિં નેહાબેન ને મોટીવેટ કરવા ને ઉપસ્થિત સાધક ગણ ને *બોધિસત્વ ડો.બાબા સાહેબ આંબેડકર અને તથાગત બુદ્ધ નાં આદર્શો સિધ્ધાંતો વિચારધારા ને બુદ્ધ ધમ્મ વિશેના પ્રવચનો આયુ. હિરાભાઇ ચૌહાણ, આયુ.,પ્રિયંક શાક્ય.,આયુ.મનોજ દાફડા..નેહાબેન ના ભાઇ અજય રાઠોડ દ્વારા કરાયેલ.*
તથા *માતાશ્રી શારદાબેનનું ખમીર ને દ્રઢ મનોબળ ને હિંમતથી ચિ. નેહાને વિદેશ મોકલવા માટે નો તેમનો જે ગૌરવશાળી નિર્ણય કરેલ તે માટે* તેમને બિરદાવવામાં ને સરાહના ને સાધુવાદ કરવામાં આવેલ.*સમાજની મહિલાઓ પોતાનાં બાળકો શિક્ષણ માટે આવું યોગદાન સમર્પણ કરે તે દ્રષ્ટાંત માતા શારદાબેન દ્વારા દિશાનિર્દશ કરેલ છે.તે પણ સભાનાં પ્રવચનમાં શામેલ કરેલ..*
આ મંગલકારી વિદાય પ્રસંગે ચિ. નેહાબેન ને *બાબા સાહેબની મૂર્તિ.,તથાગત બુદ્ધની મુર્તિ., ભગવાન બુદ્ધ ને તેમનો ધમ્મ.,ડો..બાબા સાહેબનું પુસ્તક હિરાભાઇ ચૌહાણ તેમનાં જીવન સંગિની પુષ્પાબેન ચૌહાણ તથા આયુ. પ્રિયંક શાક્ય ને તેમનાં જીવન સંગિની સરોજબેન શાક્ય જયશ્રી બેન જેન્તીભાઈ બગડા દ્વારા પ્રેરણાં ને સ્મૃતિચિન્હ તરિકે પ્રદાન કરેલ…*
આ પ્રસંગે નિવૃત અધિકારી સીનીયર સીટીઝન ગૃુપ નાં *આયુ. અમરશીભાઇ ચાંડપા.,આયુ. ભગવાનજીભાઇ મકવાણા આયુ, હિરાભાઇ ચૌહાણ.,આયુ.,પ્રિયંક શાક્ય.,આયુ. ડી.કે. પરમાર* ની ઉપસ્થિતીમાં ચિ., નેહાબેનનાં મામા *જગદિશભાઇ દાફડા પરિવાર દ્વારા યુગપુરુષ ડો. બાબા સાહેબ.,તથા માતા રમાબાઇની જીવનગાથા નાં 5000/ રુપીયાનાં પુસ્તક નું પરિવાર સગા સ્નેહિઓ ને ભેટ થી વિતરણ કરવામાં આવેલ…*
ચિ. નેહાબેન ને તેમનાં *ઉચ્ચ અભ્યાસ ને ઉજ્જવળ ભવિષ્યની મંગલકામના ઉપસ્થિત પરિવાર સગા સ્નેહિજન, દાફડા પરિવાર ને બૌદ્ધ પરિવાર વતી હ્રદયપુર્વક આશિર્વાદ આપેલ..*


