મેંદરડા આઈટીઆઈ માં બીજા રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ કરવાની છેલ્લી તા. ૩૦ જુલાઈ છે.
રોજગાર અને તાલીમ ખાતા ગાંધીનગરના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી આઈ.ટી.આઈ મેંદરડા ખાતે પ્રવેશ ઓગસ્ટ ૨૦૨૩ માં મંજૂર થયેલ પ્રથમ બેઠકોમાં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેતી બેઠકો માટે પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો એ આઈ.ટી.આઈ મેંદરડા ખાતેથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી રૂપિયા ૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી બધા જ પ્રમાણપત્રોની ખરાઈ કરાવી બીજા રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ કરવાની છેલ્લી તા.૩૦ /૭/૨૦૨૩ છે. આ પ્રવેશ બાબતે વધુ માહિતી માટે આઈટીઆઈ મેંદરડા નો સંપર્ક ૦૨૮૭૨- ૨૪૨૨૫૫ નંબર પર કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.