Gujarat

રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તેથી LCB એ દુધના ટેન્કરમાંથી ઈંગ્લિશ દારૂ અને બીયર નો જથ્થો ઝડપી પાડ્યો…

ઈંગ્લિશ દારૂની બોટલ-7 કી.3640,હેવર્ડ કી.5000,બીયરના ટીન-120 કી.12,000 મળી કુલ રૂ.3,20,640 નો મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની અટકાયત કરી…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તા પાસેથી LCB એ વિદેશી ઈંગ્લિશ દારૂ અને બીયરના ટીન નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બોટાદ LCB ના PSI એસ.બી.સોલંકી તથા અશોકભાઈ બાવળીયા,ગોકુલભાઈ ઉલવા,રામદેવસિંહ ચાવડા,પરાક્રમસિંહ ઝાલા એ રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે વાહન ચેકીગ દરમ્યાન દુધના ટેન્કરમાંથી વિદેશી ઈંગ્લિશ દારૂ રોયલ ચેલેન્જ વિસ્કી ની બોટલ-૭ કી રૂ.૩૬૪૦,હેવર્ડ કી રૂ.૫૦૦૦,બીયરના ટીન-૧૨૦ કી રૂ.૧૨.૦૦૦,મોબાઈલ ફોન કી રૂ.૫૦૦૦ તથા દુધ નું ટેન્કર કી રૂ.૩,૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૨૦,૬૪૦ ના મુદ્દામાલ સાથે રઘુભાઈ ધીરૂભાઈ મેર રહે.મોટા ભડલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા ને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.દુધ ના ટેન્કરના પાછળના ભાગે બનાવેલ ખાનામાં સંતાડીને દારૂ અને બીયર લઈ જવામાં આવતો હતો તેને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી LCB PSI એસ.બી.સોલંકી ચલાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *