Gujarat

RTO અમદાવાદ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈનનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ

રાજ્ય વાહનવ્યવહાર કમિશનરની કચેરીની સૂચના અનુસાર પ્રાદેશિક વાહનવ્યવહર કચેરી, અમદાવાદ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન – ૨૦૨૦ નો ભંગ કરતી એજન્સી અને વાહનો વિરુદ્ધ ડ્રાઇવ યોજી દંડ કરવામાં આવ્યો.
શહેરમાં કાર્યરત ઓલા, ઉબેર, રેપીડો જેવી ટેક્સી સર્વિસ આપતી એજન્સીઓ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈનનું પાલન નહીં કરવાનું ધ્યાને આવતા સહાયક મોટર વાહન નિરીક્ષકોની ટીમે વિવિધ જગ્યાએ ચેકીંગ કર્યું હતું. ત્યારે તા.૧૭/૦૭/૨૩ સુધીમાં કુલ ૩૧ જેટલા વાહનો પકડી ?. ૧,૫૪,૦૦૦ સુધીનો દંડ કરાયો હતો.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી ઋતુરાજ દેસાઈના જણાવ્યા મુજબ આ પ્રકારની ખાસ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ યોજી મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈનનો ભંગ કરનાર એજન્સી તથા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *