Gujarat

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર ડો.સુભાષ મહિલા  કોલેજ ખાતે યોજાઈ

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર ડો.સુભાષ મહિલા  કોલેજ ખાતે યોજાઈ હતી.

આ શિબિરમાં પોક્સો અવેરનેસ કેન્પેઈન અંતર્ગત એકટ ૨૦૧૨ વિષે વિધાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા.સર્વધર્મ પ્રાર્થના અને મહેમાનોના સ્વાગત બાદ મહેમાનોને શબ્દોથી આવકારી  પ્રિ.ડો.બલરામ ચાવડાએ કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી.

આ શિબિરમાં સચિવ શ્રી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જૂનાગઢ સિવિલ જજ શ્રી એચ.એમ. પરમાર તથા એડીશનલ જજ શ્રી કુ. એમ.એમ.નવધરે તથા એડીશનલ જજ શ્રી કુ. શિપ્રા શ્યાલે. પોક્સો કલમ વિશે વિગતે માહિતી આપી હતી.આ શિબિરમાં એડવોકેટ શ્રી ઋત્વી વાવૈયા અને એડવોકેટ શ્રી વેલેન્ટીના ડીસોજાએ  સવિસ્તર સરળ ભાષામાં સમજુતી આપી વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી.

નિર્ભયા બ્રિગેડ હેઠળ તાલીમ પામેલ પ્રેમાનંદ સ્કુલની બે વિધાર્થીની કુ. કાચા નિધિ અને કુ. ભટ્ટ જિયાએ પણ પ્રવચન આપી વિધાર્થીનીઓને સમજ પૂરી પાડી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.પિયુષ મર્થક અને અશોકભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.સમાજોપયોગી આવા કાર્યક્રમ યોજવા બદલ  સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમની આભારવિધિ પ્રો.નયનાબહેન ગજ્જર અને કાર્યક્રમનું સંચાલન ડો.પ્રદ્યુમ્ન ખાચરે કર્યું હતું.

dr-subhash-mahila-college-shibir-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *