Gujarat

ઓગસ્ટ મહિનામાં પડેલા ઓછા વરસાદથી ખેડૂતોની અને લોકોની ચિંતા વધી

ગાંધીનગર
અલ નીનોની અસરના કારણે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ઓછા વરસાદથી ખેડૂતોની અને લોકોની ચિંતા વધી છે. ગુજરાતમાં ઓગસ્ટમાં વરસાદની ૯૧ ટકા ઘટ નોંધાઈ છે. આખા દેશમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની સૌથી વધુ ઘટ ગુજરાતમાં નોંધાઈ છે. જૂન-જુલાઈમાં મન મુકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઓગસ્ટમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટના અંતે સિઝનનો ૧૦૦ ટકા વરસાદ થયો હતો. આ વર્ષે અત્યાર સુધી સરેરાશ ૮૧.૮૨ ટકા જ વરસાદ નોંધાયો છે. ગુજરાતના ૧૮ તાલુકામાં ૪૩ ટકા સુધીની વરસાદની ઘટ નોંધાઈ છે. બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવા સંકેત છે. ૪ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ૩ થી ૧૦ સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. ૧૩-૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. એક સપ્ટેમ્બર પછી ગરમીમાં વધારો જાેવા મળી શકે છે. ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો પડવાની સંભાવના છે. તારીખ ૧૦-૧૫ સાપ્ટેમ્બરમાં રબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા વરસાદ થવાની શક્યતા છે. અલ નીનો ઋતુગત ઘટના છે, જે સમુદ્રના તાપમાનમાં થયેલા ફેરફારના કારણે થાય છે. અલ નીનોના કારણે હવામાં સામાન્ય કરતાં ઓછો ભેજ હોય છે અને તેના લીધે વરસાદ ઓછો પડે છે. ઓગસ્ટનો મહિનો ભારતીય હવામાનની દ્રષ્ટિએ સૌથી કોરો મહિનો સાબિત થયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા ૧૦ વર્ષથી ઓછો રહ્યો છે. આ મહિને સામાન્યથી ૩૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન ૨૦થી વધુ દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે. મતલબ કે, આ દિવસોમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. ઓગસ્ટ મહિનામાં નહિવત્? વરસાદ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાવાનું સંકટ વધી ગયું છે. આગામી અઠવાડિયાને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત જાેવા મળી રહી છે. ડાંગ, વલસાડ અને, નવસારીમાં હળવો વરસાદ રહી શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા ૧૦ વર્ષથી ઓછો રહ્યો છે. જાે કે વરસાદની આવી જ પેટર્ન ૨૦૧૫ માં પણ રહી હતી. ૨૦૧૫ માં પણ અલનીનોની અસર રહી હતી. આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટો ફેર નહી પડે. એક ડિગ્રી તાપમાન વધી શકે. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઘણો ઓછો વરસાદ રહ્યો છે. જુલાઈમાં જે વરસાદ વરસ્યો તેના બાદથી ગુજરાતમાં સારો કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી. ઓગસ્ટ મહિનો તો આખો કોરો રહ્યો. હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના પાંચમા રાઉન્ડની રાહ જાેઈને બેસ્યા હતા. પરંતું હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આગામી સાત દિવસમાં વરસાદનું પ્રમાણ લગભગ નહિવત છે. ઓગસ્ટ મહિનાની કરીએ તો આ મહિનામાં દેશમાં ૫૦ ટકા સુધી ઓછો વરસાદ પડ્યો અને સપ્ટેમ્બરમાં પણ આવી સ્થિતિ બની રહી છે. સપ્ટેમ્બરમાં આવું થયું તો વર્ષ ૨૦૧૫ બાદ સૌથી ઓછો વરસાદ હશે. હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે તેની પાછળનું કારણ અલ નીનો છે, જેના કારણે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદની આશંકા રહેલી છે. હવે હવામાન વિભાગે રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું, (૧૨૩ વર્ષથી) ત્યારથી ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ ક્યારેય થયો નથી. આ વર્ષનો ઓગસ્ટ ઈતિહાસનો બીજાે સૌથી ડ્રાઈ ઓગસ્ટ બનવા તરફ છે. આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં બે ચક્રવાત આવવાના હતા પરંતુ ના આવ્યા. આ બધા જ કારણોસર ઓગસ્ટનો મહિનો શુષ્ક રહ્યો. હવામાન વિભાગે ઓગસ્ટમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. પરંતુ તેમનો અંદાજાે હતો કે ૬થી૧૦ ટકા ઘટ નોંધાશે પણ તે ખોટો સાબિત થયો. હવે સપ્ટેમ્બર માટે હવામાન વિભાગની સત્તાવાર આગાહી થાય એ પહેલા નિષ્ણાતોનું કહેવું છે કે, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનો સારો રહેશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એક દબાણની સિસ્ટમ સર્જાઈ રહી છે. જાેકે, આખા દેશમાં નહીં ફક્ત મધ્ય ભારતમાં તેની અસર દેખાશે. એકદંર સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહી શકે છે. સાથે જ અલ નીનોનું સંકટ પણ રહેશે. જાે મહિનો ૫થી૮ ટકાની સામાન્ય ઘટ સાથે પૂરો થાય તો ઓવરઓલ ચોમાસું કદાચ ઘટના ઝોનમાં નહીં રહે. વરસાદ ખેંચાતા મહેસાણા જિલ્લામાં ૧.૯૨ લાખ હેક્ટર વાવેતર પર ખતરો મંડરાઈ હ્યો છે. છેલ્લાં પંદર દિવસથી વરસાદે હાથતાળી આપતા પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે બીટી કપાસ, કઠોળ, એરંડા, મગફળી, ધાસચારો સહિતના પાકમા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કારણ કે, કપાસના પાસ માટે વરસાદનું પાણી જરૂરી છે. જાે વરસાદ નહિ આવે, તો પાણી લાવવું ક્યાંથી. હવામાન વિભાગે જણાવ્યું કે, વર્ષ ૧૯૦૧ થી વરસાદી રેકોર્ડ રાખવાની શરૂઆત કરાઈ છે. ત્યારથી અત્યાર સુધીના ૧૦૦ વર્ષમાં પહેલીવાર આવો સૂકો ઓગસ્ટ મહિનો જાેયો છએ. આ સદીનો સૌથી મોટો સુકો ઓગસ્ટ મહિનો બની રહે તેવી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહિ, દેશના દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદની ઘટ જાેવા મળી રહી છે. આખા જુલાઈમાં સારો વરસાદ આવતા ખેડૂતોએ હોંશેહોંશે બીટી કપાસ, એરંડા, અડદ, મગ, તેમજ બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કર્યું હતું. પરંતું ઓગસ્ટ આવતા જ વરસાદ છૂમંતર થઈ ગયો. આવામાં મહેસાણા જિલ્લામાં માત્ર ૫૯.૯૫ ટકા વરસાદ આવ્યો છે. જેમાં સૌછી ઓછો ઉંઝા તાકુલામાં ૩૮.૨૧ ટકા અને સૌથી વધુ વિજાપુર તાલુકામાં ૮૮.૬૧ ટકા વરસાદ પડ્યો છે. આથી ઉભો પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે ખેડૂતોમાં ચોમાસું નિશ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *