Gujarat

લીલીયા મોટા ની ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના બાકી દાર ની મિલ્કત હરરાજી કરી લેણાની વસુલાત કરવા હુકમ કરતી લીલીયા અદાલત

લીલીયા મોટા કેડીટ કો ઓપરેટીવ સોસાયટીમાંથી ધીરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદારો (૧) કાળુભાઈ મોહનભાઈ ધંધુકીયા નો ચેક રૂા. ૪૩૦૯૬૦/-ના ધીરાણની રકમ તથાતે પેટે વ્યાજ ગણી આપેલ ચેક રીટર્ન થતા લીલીયા કેડીટ કો ઓપરેટીવ સોસાયટીના મેનેજીંગ ડિરેકટર શ્રી મગનભાઈ હરીભાઈ વિરાણી એ આ બાકીદારો સામે મંડળીના લીગલ એડવાઈઝર શ્રી કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમા ફોજદારી ફરીયાદ દાખલ કરેલ નામદાર લીલીયા અદાલતે આરોપી કાળુભાઈમોહનભાઈ ધંધુકીયાને ૧૮ માસની સજા તથા રૂા. ૪,૩૬,૯૬૪  ક્રેડિટ સોસાયટીને ચુકવવા હુકમ કરતા આરોપીએ ૧૮ માસની સજા ભોગવી લીધેલછે ત્યારબાદ વળતરની રકમ નહી ચુકવતા ધારાશાસ્ત્રી કિશોરભાઈ પાઠક મારફત વસુલાત માટે કેસ કરાતા નામદાર અદાલતે આરોપી કાળુભાઈ મોહનભાઈ ધંધુકીયાનુ મકાન (મિલકત)હરરાજી કરી સંસ્થાને રકમ ચુકવવા અને વસુલાત આપવા અમરેલી કલેકટર શ્રી ને હુકમ કરેલ છેતેમજ મિલ્કતની હરરાજી કરી વધતી રમ સરકારે જમા લઈ આરોપીને ચુકવી આપવા હુકમ કરેલછે. આ તકે વસુલાતની અરજીમા શ્રી પાઠકે નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ કરી ધારદાર દલીલો કરતા નામદાર અદાલતે ખુબજ સરાહનીય હુકમ કરી આપેલછે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230620-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *