Gujarat

લીલીયા મોટા ધારાસભ્ય કસવાલા દ્વારા ગટર સફાઈ મશીનરી આપવા બાબત મુખ્યમંત્રી ને પત્ર પાઠવ્યો

લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા લીલીયા મોટા ના માથા ના દુખાવા સમાન ગટર પ્રશ્નને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કરાઇ રજૂઆત જેમાં જણાવેલ કે અમરેલી જીલ્લાના લીલીયા મોટા ની જે મોટી ગ્રામ પંચાયત છે. તેમાં ગટર અને સ્વચ્છતા નો ખુબજ મોટો કાયમી પ્રશ્ન છે ગ્રામ પંચાયતો પાસે આવક ના મોટા સ્ત્રોત પણ ન હોવાના કારણે મોટી ગ્રામ પંચાયતો માં સફાઈના સાધનો નો ખુબજ અભાવ છે. સરકારશ્રી દ્વારા આવી ગ્રામ પંચાયતોને જેટીંગ મશીન તથા સકશન મશીન જેવી જરૂરી મશીનરી પૂરી પાડવામાં આવે તો જ ગટર વતે સારી કામગીરી થઇ શકે તેવો ધારાસભ્ય દ્વારા મુખ્ય મંત્રી ને પત્ર પાઠવવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221208-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *