Gujarat

લીલીયા મોટા ઇમરજન્સી 108 કેસ લેવા જતા ફસાણી

આછે અમરેલી જિલ્લા નું “આપણું લીલીયા” ગામ આજ રોજ તા 26/6/2023 ની વહેલી સવારે 6/30 કલાકે લીલીયા પટેલ છાત્રાલય પાછલ રહેતા અરવિંદભાઈ ધામત ની તબિયત અચાનક બગડતા એમણે ઇમરજન્સી 108 નો સંપર્ક સાધ્યો અને 108 આવી પણ લીલીયા માં જ્યાં અને ત્યાં કરેલ પાણી ની પાઈપ લાઈન ના વિનાશ કારી અને આડેધડ ખોદ કામ ના કારણે 108 ખૂતી ગયેલ હોય એક બાજુ પેશન્ટ ની હાલત ગંભીર હોય તેમ છતા પણ આ ઇમરજન્સી સેવા કામ ન લાગી અને આખરે પ્રાઇવેટ વાહન માં લઈ ને અન્ય 108 વડે સારવાર અર્થે અમરેલી ખસેડાયા જ્યારે ખુતી ગયેલ  108 ને ટ્રેકટર અને JCB વડે આખરે બહાર કાઢવા માં આવેલ ત્યારે લીલીયા ની જનતા એન કેન રીતે પીડાતી હોય  સ્થાનિક તંત્ર ને રજૂઆત કરવા માં આવે  તો એ સરકાર પર જવાબદારી થોપે અને સરકાર ના પ્રતિનિધિ ને જો કહેવામાં આવે  તો એ સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરે છે ત્યારે લીલીયા ની જનતા ની એક જ પુકાર કે ચૂંટણી સમયે હાથ જોડી મત લઈ જનાર નેતા ઓ ને લીલીયા ની જનતા હાથ જોડી વિનંતી કરે છે કે  આવો સહુ સાથે મળી ને લીલીયા ની દશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230626-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *