Gujarat

લીલીયા પોલીસ સ્ટેશનના મારા મારીના ગુન્હામા CRPC કલમ ૭૦ મુજબના વોરંટના આધારે ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ જીલ્લામાં શરીર સંબંધી ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા-ફરતા હોય અને તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એસ.આર..ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ પૃથ્વિરાજસિંહ અરજણભાઇ મોરી તથા પો.કોન્સ.નિકુલભાઇ અમરાભાઇ શેવાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજાનાઓએ રીતેના લીલીયા પોસ્ટેના ફર્સ્ટ ગુ.ર.નં ૧૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબના કામના આરોપી મનુભાઇ જીણાભાઇ ધોળકિયા રહે રંધોળા કબલ્યા પરા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે સુરત ડભોલી ગોગાદાદાના મંદિર પાસે તા.સુરત વાળો પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો-ફરતો અને મેં નામદાર જ્યુ.ક.ક.મેજી સાહેબ લીલીયા કોર્ટ દ્વારા CRPC કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય જે આરોપીને ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સની ની મદદથી બાતમી-હકીકત મેળવી સુરત શહેર ખાતેથી પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે .
પકડાયેલ આરોપી :- મનુભાઇ જીણાભાઇ ધોળકિયા રહે. રંઘોળા કુબલ્યા પરા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે
સુરત,ડભોલી ગોગાદાદાના મંદિર પાસે તા.જી.સુરત
આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.આર..ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ પૃથ્વિરાજસિંહ મોરી તથા પો.કોન્સ નિકુલભાઇ અમરાભાઇ શેલાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા વિ. સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230719_152906.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *