Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા પ્રોહિબિશન ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે, મિલ્કત સંબધી તથા પ્રોહિબિશન ગુના તેમજ છોટાઉદેપુર જીલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને આ કામના સામાવાળા વિરસિંગભાઇ નારણભાઈ રહે.લગામી નિશાળ ફળિયુ તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) છોટાઉદેપુર પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૨૦૮૮૬/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ.ઇ), ૮૧,૮૩,૯૮(૨) મુજબ (૨) ઝોઝ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૨૭૭/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૮૧,૮૩ ૯૮(૨) મુજબ જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓને મોકલી આપેલ જે આધારે સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા શ્રી આર.એસ ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને તા.૦૫-૦૭-૨૦૨૩ ના પાસા હેઠળ અટકાયત કરી “સુરત મધ્યસ્થ ” જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230705-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *