અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલક્ત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલક્ત શોધી મુળ માલીકને પરત કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.ઇન્સ.જે.એમ.કડછા તેમજ ટીમના સહયોગથી અમરેલી સીટી પો.સ્ટે. આવક અરજી નં.૩૩૫૭/૨૩ તા.૦૮/૦૮/૨૩ના અરજદાર પરપ્રાંતીય શિક્ષિકા બહેનનુ હેન્ડબેગ (પર્સ) તા.૦૮/૦૮/૨૩ના રોજ ક.૧૯/૩૦ વાગ્યે અમરેલી, રાજકમલ ચોક ખાતે ક્યાંક ગુમ થયેલ હોય જે હેન્ડબેગ (પર્સ) તેમજ પર્સમા રહેલ મોબાઇલ ફોન, જરૂરી ડૉક્યુમેંટ્સ તથા રોકડ રકમ ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકમાં તે હેન્ડબેગ (પર્સ) ક્યાં ગુમ થયેલ છે અને કોને મળેલ છે તેની જાણ મેળવતા એક બહેનને હેન્ડબેગ (પર્સ) મળેલ હોય તે જાણ મેળવી તે બહેનની ઓળખ કરી તેમનો સંપર્ક કરેલ અને હેન્ડબેગ (પર્સ) પરત કરવા જણાવતા હેન્ડબેગ મળનાર બહેન સ્વખુશી દર્શાવી અરજદાર બહેનને હેન્ડબેગ (પર્સ) તેમજ પર્સમા રહેલ મોબાઇલ ફોન, જરૂરી ડૉક્યુમેંટ્સ તથા રોકડ રકમ પરત કરેલ છે.
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા એ.એસ.આઇ. એચ.ડી. પરમાર, એ.એસ.આઇ. બી.એસ.વામજા તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ દ્રારા તેમજ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલીના સહયોગથી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


