હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તેમજ ગીર પંથકમાં પડેલાં મુશળધાર વરસાદથી યાત્રાધામ પ્રાચી તીર્થની પૂર્વ વાહીની સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતા ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં સરસ્વતી કિનારે જાંબુડા ના ઝાડ નીચે બિરાજમાન જગ વિખ્યાત શ્રી માધવરાયજી પ્રભુ તથા લક્ષ્મીજીનું મંદિર 20 ફૂટ જેટલું પાણીમાં ફરી એકવાર જળમગ્ન થયુ હતા જેથી હવે શ્રદ્ધાળુઓ તેમજ યાત્રિકો એ બહાર થી દર્શન કરવાના રહેશે.


