જૂનાગઢ તા.૧૧ જુનાગઢ જિલ્લામાં વિસાવદર નજીક ચાપરડા ગામ સમિપ શિક્ષણધામ ચાપરડા કાર્યરત છે, ચાપરડા શિક્ષણધામના મહંત શ્રી મુક્તાનંદ બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે ભારત જેવા વિશાળ દેશે વિશ્વમાં અર્થતંત્ર અર્થતંત્રની દ્રષ્ટિએ પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે અમે આશાવાદી છીએ કે ભવિષ્યમાં આ સરકાર ઉન્નતિના શિખરો પર ભારતને વિકસિત દેશોની હરોળમાં પ્રસ્થાપિત કરશે.
શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યુ કે મેરા દેશ મેરી મિટ્ટી મારા દેશની માટે સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવા સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે દેશભરના ગામે ગામ લોકો જ્યારે ગામમાં વૃક્ષારોપણ કરી દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી અને ઘર ઘર તિરંગા ને શાન સાથે લહેરાવી પોતાના ગામની પવિત્ર માટી એકત્રિત કરી અમૃત કળશમાં સામેલ રાખી દિલ્હી પહોંચતી કરશે ત્યારે પ્રત્યેક દેશવાસી ગૌરવ અનુભવશે.
મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે તમામ સંપ્રદાયથી ઉપર રાષ્ટ્રભાવના છે, તમામ યુવાન યુવતીઓ તેમજ દેશના નાગરિકોના હૃદય ની અંદર રાષ્ટ્રભાવના જાગૃત થાય એ ખૂબ જ આવશ્યક છે. જાતિ સંપ્રદાયથી ઉપર ઊઠીને આપણે રાષ્ટ્રભાવના માટે કંઈક કંઈક કરી ચૂકવું,રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં દરેક વ્યક્તિએ આહુતિ આપવી જોઈએ, અને પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્ર માટે છે. તમામ વર્ગને લાગુ પડે છે રાષ્ટ્રીય ભાવનાથી બધા આ ઉત્સવમાં સામેલ થાય અને પોતાના દિલમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગરે કરે તે ઇચ્છનીય છે.


