Gujarat

સાવરકુંડલા ખાતે સાવરકુંડલા ખાતે આવેલ નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહારક્તદાન કેમ્પ, પુસ્તક વિમોચન કાર્યક્રમ અને સમુહ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો…

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા  ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.  આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સોનોગ્રાફી, દવાઓ, ઓપરેશનો તેમજ અન્ય તમામ સેવાઓ સાથે દર્દીઓ અને તેમની સાથે આવનાર તેમના સગાં-સબંધીઓને પણ તદ્દન વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે. ગુરૂપુર્ણિમા મહોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવેલ અને સાથોસાથ ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.
આમ સાવરકુંડલા ખાતે નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની  ઉજવણી આસ્થાભેર સંપન્ન થયેલ…

IMG-20230703-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *