ભગવાન વિષ્ણુ શ્રીમદ ભગવદ ગીતાના અઢારમા અધ્યાયનું માહાત્મય સમજાવતાં માતા લક્ષ્મીજીને કહે છે કે એકવાર સુમેરૂ પર્વત ઉપર દેવલોકમાં ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા.ઉર્વશી નૃત્ય કરી રહી હતી.તમામ પ્રસન્નતાથી બેસી રહ્યા હતા તે સમયે પાર્ષદ એક ચર્તુભુજ સ્વરૂપ વ્યક્તિને લઇને આવે છે અને ઇન્દ્રને કહે છે કે તમે સિંહાસન ઉપરથી ઉભા થાઓ અને આ વ્યક્તિને બેસવા દો.આ વાત ઇન્દ્ર સહન કરી શકતા નથી તેમ છતાં સિંહાસન ઉપરથી ઉભા થઇને તેજસ્વીને બેસવા માટે આસન આપે છે.તે સમયે દેવરાજા ઇન્દ્ર ગુરૂ બ્રૃહસ્પતિજીને પુછે છે કે ગુરૂદેવ ! આપ ત્રિકાલદર્શી છો તો મને એ કહો કે આ તેજસ્વીએ એવા ક્યું પુણ્ય કર્યું છે કે જેના ફળસ્વરૂપ તેમને ઇન્દ્રાસન મળ્યું છે.
ગુરૂ બ્રૃહસ્પતિ કહે છે કે આ તેજસ્વીએ કોઇ તીર્થ વ્રત યજ્ઞ કે દાન કરેલ નથી.તેના મનમાં તો ભોગોની વાસના હતી આમ હોવા છતાં તે દરરોજ શ્રીમદ ભગવદ ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ કરતો હતો જેના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ પોતાના પાર્ષદને કહ્યું કે પ્રથમ તો તેમને ઇન્દ્રલોકના તમામ ભોગો ભોગવવા માટે લઇ જાઓ ત્યારબાદ તેમના તમામ મનોરથો પુરા થાય ત્યારબાદ તેમને સાયુજ્ય મુક્તિ માટે મારા લોકમાં લઇ આવજો.
ગીતાના અઢારમા અધ્યાયનો સાર છે કે તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે, ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


