Gujarat

મહુવા અદાલતે ચેક બાઉન્સના કેસમાં ફટકારી સજા

*મહુવા અદાલતે ચેક બાઉન્સના કેસમાં ફટકારી સજા*

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અદાલતમાં ફરીયાદી સંદીપભાઈ મુકેશભાઈ બાસોટીયા (બારોટ)એ સને ૨૦૨૧ ની સાલમાં તેઓના મિત્રો ૧.બળદેવસિંહ ભીખુભા ગોહીલ તેમજ ૨.જીતેન્દ્ર ધુડાભાઈ ભાલીયાનાઓને મિત્રના નાતે આર્થિક જરૂરિયાત હોવાથી બળદેવસિંહ ભીખુભા ગોહીલને રૂ.૧૮ લાખ બે માસની મુદ્દતે હાથ ઉછીના આપેલ જે નાણાં ચુકવવા તેઓએ ફરીયાદીને રૂ.૯,૦૦,૦૦૦/- તેમજ રૂ.૯,૩૦,૦૦૦/- એમ જુદી જુદી મુદ્દતે પાકતી તારીખના ચેક આપેલ તેમજ આરોપી જીતેન્દ્રને રૂ.૨,૪૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ તે રકમનો ચેક આપેલ અને ઉપરોક્ત બંન્ને આરોપીઓએ ફરીયાદીને આપેલ ચેકો ખાતામાં અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ હોય આરોપીઓએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી નાણાં પરત ન આપવાના ઈરાદે ખાતામાં પુરતું બેલેન્સ ન રાખી નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ અને ૧૪૨ મુજબનો ગુનો આચરેલ હોય ફરીયાદીએ ડિમાન્ડ નોટીસ આપવા છતા નાણાંની રકમ ચુકવેલ ન હોય તાલુકા કોર્ટમાં ફો.કે.નં.૮૮૫/૨૦૨૧ તેમજ ૮૮૬/૨૦૨૧ એમ બંન્ને આરોપીઓ સામે કેસો દાખલ કરેલ જે કેસની ઈન્સાફી કાર્યવાહી ચાલી જતા નામ. એડિ. જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી વિપ્લવ એચ.તેરૈયા સાહેબે પુરાવાને ધ્યાને લઈ બંન્ને આરોપીઓને છ-છ માસની કેદ અને ચેકની રકમ જેટલું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે સદર કેસમાં ફરીયાદી તરફે વિ.વકિલ શ્રી ગુણવંત જી. આહીર રોકાયેલ હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ કાયદાના સકંજામાંથી છૂટવા ફરીયાદીની ડિમાન્ડ નોટીસ મળ્યા બાદ ફરીયાદી સામે ગેરકાયદેસર નાણાં ધીરધાર અધિનિયમ અન્વયે ફરીયાદ પણ કરેલ હતી જે હાલ ન્યાયાધિન છે.

રિપોર્ટ. દાદુ આહીર

IMG-20230725-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *